મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે , મન મોર બની થનગાટ કરે . ઘનઘોર ઝરે ચહુ ઓર , મારું મન મોર બની થનગાટ કરે . બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ - સાદ કરે . મારું મન મોર બની થનગાટ કરે . ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે . ( 2) નવે ધાન ભરી સારી સીમ ઝૂલે , નદીયું નવજોબન ભાન ભૂલે , નવ દીન કપોતની પાંખ ખૂલે ( 2) મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે . ગગને ગગને ઘુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે . … મન મોર બની નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે મારાં લોચનમાં મદઘેન ભરે ( 2) પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે સચરાચર શ્યામલ બાથ ધરે ( 2) મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે , ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન - ઘેન ભરે … મન મોર બની