ખેલૈયા 1

ખેલૈયા
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવઆવઆવશ્યામ.
તારા વિના શ્યામ…. (2)
આસમાના રંગની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે તારલારે, રૂડા તારલા રે,
માની ચૂંદડી લહેરાઈ
નવરંગ રંગ ની ચુંદડી હો હો હો... નવરંગ રંગ ની ચૂંદડી રે, ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ
હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…
ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું ને આંખ લડી ગઇ અલબેલામાં
મેળામાં આંખના ઉલાળા મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ત્યારે લાગે કાળજળે આંખ્યું ના માર
હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં, ,મેળામાં… મેળામાં
નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું
છોને લાગ્યું છબિલા મને તારું ઘેલું
નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું  કંઠ તારો  સાકરનો   કટકો
છોને રૂપ હોય તારું અલબેલું, અલબેલું
નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું રે
નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું

કહો પૂનમનાં ચાંદને...

કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

મારા મનડાના મીત,
મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત
-
કહો પૂનમનાં ચાંદને

આજે અમારાજીવનનો આ કેટલો સુંદર દિવસ છે.
આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં રાખીને હાથ
-
કહો પૂનમનાં ચાંદને

પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા


ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે.
તારે કિયા મા ને દ્વાર આજે હીંચ લેવી છે ?
મારે અંબે માને દ્વાર આજે હીંચ લેવી છે
હીંચ લેવી છે ને મારે ગરબે ઘુમવું છે
ઢોલીડા .....
 મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, મારો ઘાઘરો ઘમ્મર ધેર,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે નવરંગી ચૂંદડી મા વાલા નું  મન મોહે રાજ
હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે
૧૦

૧૧
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦
ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

૧૨
ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
૧૩
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…
વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…


Comments

Popular posts from this blog

તેરી લાડકી મેં.....

નગર મેં જોગી આયા..

હે સદગુરૂ તમે મારા તારણહાર